ભરૂચ : જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો, હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન પણ થયા...

ભરૂચ જિલ્લાના જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની ધાર્મિક અને ભવ્યતા રીતે ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો, હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન પણ થયા...

ભરૂચ જિલ્લાના જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની ધાર્મિક અને ભવ્યતા રીતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ નગરમાં વિવિધ પ્રદર્શન સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જંબુસર ખાતે યોજાયેલ પ્રદર્શનનો જંબુસર નગરના મુસ્લિમ સમાજ અગ્રણીઓ તથા આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે લાભ લઇ પ્રદર્શન નિહાળ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરનું પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સ્થાપના કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કર્યું હતું. જેને 20 વર્ષ પૂર્ણ થતા હોય જેથી દ્વિશતાબ્દી મહોત્સવની સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસર મુસ્લિમ સમાજ અગ્રણીઓ સૈયદ ઈમ્તિયાઝ, શાકીર કાઝી, શાકીર મલેક, જાવીદ તલાટી, આરીફ સમદ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા તે સમયની અલભ્ય તસવીર પ્રદર્શન, પ્રમુખસ્વામી મહારાજની 400 કિલો વજનની મૂર્તિ, ચલો તોડ દે બંધન સહિત જીવન ઉત્કર્ષના પ્રદર્શન નિહાળી આનંદ અનુભવ્યો હતો. આ સાથે જ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાના દર્શન પણ થયા હતા.