ભરૂચ જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ જંબુસરના અણખી ગામેથી ચાર દિવાસીય બાઇક રેલીનો પ્રારંભ કરાયો. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ભાજપ સ્થાપના દિનની ઉજવણી અંતગર્ત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૬ થી ૯ એપ્રિલ ચાર દિવસીય બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેની માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા તેની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ભાજપ સ્થાપના દિન ની ઉજવણી અંતગર્ત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૬ થી ૯ એપ્રિલ એમ ચાર દિવસીય ભરૂચ જીલ્લા ની પાંચ વિધાનસભા માં બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન ભાજપ કાર્યાલય ખાતે યુવા પ્રમુખ ઋષભ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં યુવા પ્રમુખ ઋષભ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ૬ એપ્રિલ થી ભાજપ યુવા મોરચા દ્વારા ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામ ખાતે થી બાઈક યાત્રાનો પ્રારંભ થશે જે વિવિધ મંડલોમાં ચાર દિવસ ફરશે અને આ યાત્રાની પુર્ણાહુતી ઝાડેશ્વર ખાતેના સાંઈ મંદિર ખાતે કરવામાં આવશે.આ યાત્રામાં ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની,શહીદ પરિવાર તેમજ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સના ઘર આંગણની માટી કળશમાં લઈ પ્રદેશ યુવા પ્રમુખ આગામી ૨૬ મી એપ્રિલના રોજ નેત્રંગ ખાતે પ્રદેશની બાઈક યાત્રા લઈને આવનાર છે જેને આ કળશ અપર્ણ કરવાનો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. આ પ્રસંગે યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,યુવા મોરચાના કોષાધ્યક્ષ વિજય પટેલ,યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણ,યુવા મારોચાના મીડિયા કન્વીનર વિરલ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.