Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર તંત્રની બેદરકારીના કારણે બાઇક ચાલકનો જીવ માંડ બચ્યો, વિડીયો થયો વાયરલ

જંબુસરમાં માંડવ ફળિયા પાસેના મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું ઘણા સમયથી ખુલ્લુ હતું... અનેક રજૂઆત કરી હતી..

X

જંબુસરમાં માંડવ ફળિયા પાસેના મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું ઘણા સમયથી ખુલ્લુ હતું... અનેક રજૂઆત કરી હતી.. છતાય કોઈ નિવારણ તંત્ર તરફથી આવ્યું ન હતું.. ત્યારે જંબુસરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાઇકચાલક મુખ્ય રસ્તાની ખુલ્લી ગટરમાં પડે છે... આ વિડીયો માંડવ ફળિયા પાસેનો હોવાનું જાણવા મળી રહ્યું છે..

રાજ્યમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર શિયાળામાં વરસી રહેલા વરસાદથી ચોમાસા જેવો માહોલ છે. ચોમાસામાં ધોવાય ગયેલા રસ્તાઓ ખાડાઓ પુરી તંત્રએ પોતાની લાજ બચાવી છે. પરંતુ જાંબુસરમાં તંત્રનું પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું. રસ્તાની વચ્ચેથી પસાર થતી ગટર પર લોખંડનું મજબૂત ઢાંકણ મારવાના બદલે તંત્રે માત્ર પતરું મૂકી બુદ્ધિનું દેવાળું ફૂંકી નાખ્યું હતું. તંત્રની બેદરકારીના કારણે આ ગટરમાં એક બાઇક ચાલક તેમાં ખાબક્યો હતો. સદનસીબે તેનો બચાવ થયો છે પણ તેને કઈ થયું હોત તો તંત્ર તેની જવાબદારી કોઈ લેત ખરું...! પણ આ ઘટના બાદ એક વાત તો ચોક્કસ કહી શકાય કે જબુસરમાં વિકાસના ખાડામાં બાઇક ગરકાવ થઈ ગઈ છે..

Next Story