ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભરૂચ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ વિશાળ જનમેદની સાથે રેલી યોજી પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે તમામ બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભરૂચ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ મિસ્ત્રી જંગી રેલી યોજી ઉમેદવારી પત્ર ભરવા પહોચ્યા હતા. ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક મધ્યસ્થ કાર્યાલયથી વિશાળ જનમેદની સાથે રેલી નીકળી હતી. ઢોલ નગારાના તાલ વચ્ચે આ રેલી ભરૂચની પ્રાંત કચેરીએ પહોચી હતી. આ દરમ્યાન ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને મોટી સંખ્યામાં ઉત્સાહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ વર્ષ 2002માં ભાજપમાંથી ઉમેદવારી કરી બહુમતી સાથે જીત મેળવી હતી, ત્યારે આ વખતે પણ તેઓએ પોતાની અને ભારતીય જનતા પાર્ટીની જીતનો દાવો વ્યક્ત કર્યો છે.