ભરૂચ : ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી પત્ર, જંગી બહુમતી સાથે જીતનો દાવો વ્યક્ત કર્યો...

જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી ભાજપના ઉમેદવાર એવા અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલ, વાગરથી અરુણસિંહ રણા અને જંબુસર ડિ.કે.સ્વામીએ ચૂંટણી અધિકારીઓને વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું.

New Update
ભરૂચ : ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી પત્ર, જંગી બહુમતી સાથે જીતનો દાવો વ્યક્ત કર્યો...

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી ભાજપના ઉમેદવાર એવા અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલ, વાગરથી અરુણસિંહ રણા અને જંબુસર ડિ.કે.સ્વામીએ ચૂંટણી અધિકારીઓને વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું.

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી આજરોજ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઇશ્વરસિંહ પટેલ અંકલેશ્વર પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા, ત્યારે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા જતી વેળા તેઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. આ સાથે જ ઇશ્વરસિંહ પટેલે મોટી લીડથી પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.

તો આ તરફ, ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણા પણ પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરીએ ફોર્મ ભરવા પોહોંચ્યા હતા. ભરૂચની રજપૂત છાત્રાલયથી સમર્થકોની જનમેદની સાથે રેલી યોજી તેઓએ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. સતત ત્રીજીવાર વાગરા વિધાનસભામાં અરુણસિંહ રણા દ્વારા ભાજપ તરફથી ઉમેદવારી કરવામાં આવી છે, ત્યારે તેઓએ જંગી બહુમતી સાથે પોતાના જીતની આશા વ્યક્ત કરી હતી.

તો બીજી તરફ, ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા આમોદના નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુળના સંત ડી.કે.સ્વામી પણ આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભાજપના જંબુસર બેઠકના ઉમેદવાર ડી.કે.સ્વામીએ સૌપ્રથમ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જંબુસર પ્રાંત કચેરીએ પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સાથે જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવતા જંબુસર બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીએ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.

Latest Stories