/connect-gujarat/media/post_banners/13dd22cec5691fcde504f355e8e6ef388901b832e9c90b15037ac3ecefef05e3.jpg)
રાજ્યમાં ગાંધીનગર મહાનગર પાલિકા અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાય હતી. ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપે પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકા અને મહાનગર પાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ભાજપ દ્વારા ઠેર ઠેર વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફટાકડા ફોડી જીતનું જશ્ન મનાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ,મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.