Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડિયાના ભાજપના ઉમેદવાર પર BTPએ કરેલી વાંધા અરજી સામે ભાજપ જીલ્લા પ્રમુખનો વળતો પ્રહાર...

ઝઘડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પર ભારતીય ટ્રાયબલ પાર્ટીની વાંધા અરજી સામે ભાજપ જિલ્લા પ્રમુખે વળતો પ્રહાર કર્યો હતો.

X

ભરૂચ જીલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પર ભારતીય ટ્રાયબલ પાર્ટીની વાંધા અરજી સામે ભાજપ જિલ્લા પ્રમુખે વળતો પ્રહાર કર્યો હતો. જુઓ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં શું કહ્યું મારુતિસિંહ અટોદરીયાએ...

ભરૂચ જીલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીતેશ વસાવા આદિવાસી નહીં હોવાના આક્ષેપ સાથે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર મહેશ વસાવા દ્વારા ઝઘડિયા ચૂંટણી પંચમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી. જોકે, મહેશ વસાવાની વાંધા અરજી બાદ ઝઘડિયા ચૂંટણી અધિકારી દ્વારા સુનાવણી હાથ ધરી મહેશ વસાવાની અરજીને ફગાવી દઈ ભાજપના ઉમેદવાર રીતેશ વસાવાના ફોર્મને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મહેશ વસાવા ઉપર વળતા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જ્યારે રિતેશ વસાવા BTPમાંથી તાલુકા પ્રમુખ બન્યા હતા, ત્યારે કોઈ વાંધો કેમ ઉઠાવ્યો નહીં, અને ભાજપમાંથી ઉમેદવારી કરી છે, તો એ આદિવાસી નથી તેવી વાત કેમ કરવામાં આવી છે. જેથી ભાજપના ઉમેદવારને BTP દ્વારા હેરાન કરવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવતા હોવાની વાત ભાજપ જિલ્લા પ્રમુખે કરી હતી.

Next Story