ભરૂચ: સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા યાત્રાનું કરાયું આયોજન,પૂર્વ મંત્રી આત્મારામ પરમાર જોડાયા

સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપના આદિજાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા યાત્રાનું કરાયું આયોજન,પૂર્વ મંત્રી આત્મારામ પરમાર જોડાયા

સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપના આદિજાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી

આજરોજ સંવિધાન દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપના અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રેલ્વે સ્ટેશન પર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં પૂર્વ મંત્રી આત્મારામ પરમાર જોડાયા હતા. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આંબેડકર ભવન ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તેમજ આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા

Latest Stories