Connect Gujarat
ભરૂચ

ભરૂચ ભાજપ તાલુકા યુવા મોરચા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિર યોજાય

ભાજપ તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન

X

ભરૂચ શહેરની એન્જીનીયરીંગ કોલેજ ખાતે ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાય રહ્યો છે. જેમાં રાજ્યના 579 મંડળમાં રક્તદાન શિબિર યોજી 51 હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો નીર્ધાર છે. આ એકત્ર થયેલ રક્તને જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ સગર્ભાઓને ઉપયોગી થઈ શકે તેવો આશય છે. તેવામાં ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ૩૦ જૂન સુધી રક્તદાન શિબિરો આયોજિત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જીલ્લામાં પણ 7 મંડળોમાં રક્તદાન કેમ્પ યોજાયા બાદ 8મી રક્તદાન શિબિર ભરૂચ તાલુકા દ્વારા ભરૂચની ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાય હતી. જેમાં ભરૂચ ભાજપ જીલ્લા મહામંત્રી નિરલ પટેલની આગેવાનીમાં દિપ પ્રાગટ્ય કરી શિબિરના પ્રારંભે રમતગમતને પ્રાધન્ય આપવા માટે ડોનેશન રીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિરની સાથે સાથે ભરૂચ જીલ્લાનું ગૌરવ કહી શકાય એવા છેલ્લા 3 વર્ષથી રાયફલ શૂટિંગમાં નેશનલ સહિત સ્ટેટ લેવલમાં સારું પ્રદર્શન કરનાર અને વિવિધ સ્ટેટ ચેમ્પયનશિપ, વેસ્ટ ઝોન અને નેશનલમાં ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોંઝ મેડલ મેળવનાર ખુશી ચુડાસમા તેમજ કોરોના કાળમાં 50થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વિજ્ઞાનનું ભણતર આપવા સાથે 10 વિદ્યાર્થીઓનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. હાલમાં મેકેનિકલમાં પીએચડી કરનાર સાગર શેલાટ સહિત ભરૂચના સાયકલિસ્ટ કે, જેઓ રોજના 30થી 35 કિલોમીટર જેટલું સાયકલિંગ કરે છે, અને નિયમિત રક્તદાન કરે છે, તેમજ 209 કિલોમીટરની બીઆરએમ સાયકલ રાઈડ દ્વારા પૂર્ણ કરેલ શ્વેતા વ્યાસનું પણ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ભરૂચ ભાજપ ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, યુવા જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા અને શક્તિસિંહ ગોહિલ સહિત તાલુકા પ્રમુખ જયદેવ પટેલ સહિત જીલ્લા અને તાલુકા યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story