Connect Gujarat
ભરૂચ

મહાસંપર્ક અભિયાન અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચાએ બાઇક રેલી યોજી

X

- ઝાડેશ્વરના સાંઈ મંદિરેથી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અર્પિતાબેન અને પ્રદેશ મંત્રી ભાવિકા ગોધારીની ઉપસ્થિતિમાં પ્રસ્થાન.

- ઝાડેશ્વરના મુખ્ય માર્ગો ઉપર થી નીકળી તુલસીધામ,જ્યોતિનગર થઈ શહેરના શક્તિનાથ ખાતે સમાપ્ત કરાઈ.

યુવા ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતગર્ત ભરૂચના ઝાડેશ્વર સાંઈ મંદિર નજીક થી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અર્પિતાબેન અને પ્રદેશ મંત્રી ભાવિકા ગોધારીની ઉપસ્થિતિમાં બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે ભાજપ દ્વારા ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો માટે ઉમેદવારો જાહેર થઈ ગયા છે.ત્યારે યુવા ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતગર્ત ઝાડેશ્વરના સાંઈ મંદિર નજીક થી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અર્પિતાબેન અને પ્રદેશ મંત્રી ભાવિકા ગોધારીની ઉપસ્થિતિમાં બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જે બાઈક રેલી ઝાડેશ્વર થી નીકળી મુખ્ય માર્ગો તુલસીધામ,જ્યોતિ નગર,રેલ્વે સ્ટેશન થઈ શહેરના માર્ગો ઉપર થી પસાર થઈ શક્તિનાથ સર્કલ ખાતે સમાપન થઈ હતી.

યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અર્પિતાબેને જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને તેમાં ગુજરાતનો સહયોગ વધુ રહ્યો છે.તેને વધુ કેવી રીતે સશક્ત કરી શકાય અને મોદીના ખભા ને કેવી રીતે મજબૂત કરી શકાય તે માટે આ ચૂંટણી માં ભાજપ વધુને વધુ બેઠકો લાવે તેવી આશા વ્યક્ત કરી હતી. ભરૂચ વિધાનસભાના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે પ્રદેશ તરફ થી એક કાર્યકર્તા ને ટિકિટ આપી છે અને છેલ્લા ત્રણ દિવસ થી જે માહોલ લાગે છે તે પ્રમાણે દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર હોય તે પ્રમાણનું વાતાવરણ ઉભુ થયુ છે.

આ પ્રસંગે ભરૂચ જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,મહામંત્રી નિરલ પટેલ,ભરૂચ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ,યુવા મહામંત્રી શક્તિસિંહ પરમાર અને ધર્મેન્દ્ર પુષ્કર પુષ્કરણા,તાલુકા યુવા પ્રમુખ જયદેવ પટેલ,તાલુકા યુવા પ્રભારી પવિત્ર બિસ્વાલ,શહેર યુવા પ્રમુખ મિહિર સોલંકી સહિતના યુવા કાર્યકરો અને જીલ્લાના આગેવાનો જોડાયા હતા.

Next Story