ભરૂચ : જન આશીર્વાદ યાત્રા આયોજન પૂર્વે ભાજપના મીડિયા વિભાગનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

જન-જન સુધી સરકારી યોજના પહોચાડવા માટે નીકળનારી જન આશીર્વાદ યાત્રા પૂર્વે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે મીડિયા વિભાગનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો

ભરૂચ : જન આશીર્વાદ યાત્રા આયોજન પૂર્વે ભાજપના મીડિયા વિભાગનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
New Update

જન-જન સુધી સરકારી યોજના પહોચાડવા માટે નીકળનારી જન આશીર્વાદ યાત્રા પૂર્વે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે મીડિયા વિભાગનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો

સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આગામી દિવસમાં જન આશીર્વાદ યાત્રા યોજાવાની છે જે 16મી તારીખે કેબિનેટ મંત્રી દર્શનાબેન જરદોશની આગેવાનીમાં ભરૂચ ખાતે આવશે. જેને લઈ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજરોજ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા તેમજ પ્રદેશના આગેવાનો સાથે મીડિયા વિભાગનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં જિલ્લા અને તાલુકાનાં મીડિયા કન્વીનર અને સહ કન્વીનર હાજર રહ્યા હતા અને ઉપસ્થિત આગેવાનો દ્વારા લોકો સુધી સરકારી યોજના પહોચડવા તેમજ મીડિયાની ભૂમિકા અને સાચી માહિતી લોકો સુધી કેવી રીતે પહોંચે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ મીડિયા સેલના સભ્ય ભાવેશ ત્રીવેદી, દક્ષિણ ઝોન પ્રવક્તા ડો. જગદીશ પટેલ, દક્ષિણ ઝોન મીડિયા કન્વીનર રાજેશ દેસાઈ, દીપિકાબેન ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, મંત્રી નિશાંત મોદી ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #ConnectGujarat #BJPBharuch #BJPGujarat #bharuchBJP #Jan Ashirvad Yatra
Here are a few more articles:
Read the Next Article