ભરૂચ : પાલિકાની “BLACK & WHITE” સામાન્ય સભા યોજાય, વેરા મુદ્દે વિપક્ષે કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ..!

આજરોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કાળા કપડા પહેરી સફાઈ વેરા અને લાઈટ વેરા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : પાલિકાની “BLACK & WHITE” સામાન્ય સભા યોજાય, વેરા મુદ્દે વિપક્ષે કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ..!
Advertisment

ભરૂચ નગરપાલિકામાં આજરોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કાળા કપડા પહેરી સફાઈ વેરા અને લાઈટ વેરા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના અવેજમાં પાલિકાના શાસક પક્ષના સભ્યોએ સફેદ કપડાં પહેરીને વેરા વધારવા સહિતના એજન્ડાને સમર્થન આપ્યું હતું.

Advertisment

ભરૂચ નગરપાલિકા પાછલા ઘણા સમયથી વિવાદોમાં જોવા મળી રહી છે. ચોમાસા વખત રોડ રસ્તા હોય કે, કરોડોનું લાઈટ બિલ ન ભરવાના કારણે શહેરભરની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કપાયા હોવાના વિવાદ હોય, ત્યારે વર્ષ દરમિયાન મળનારી સામાન્ય સભા આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં વર્ષ દરમિયાન થયેલા આવક અને ખર્ચ સાથે વેરા વધારવા સહિતના પ્રશ્નો અંગે વિપક્ષ દ્વારા હિસાબ માંગતાની સાથે જ શાસક પક્ષના અને વિપક્ષ વચ્ચે એજન્ડાઓ સહિતના પ્રશ્નથી સભા ગુંજી હતી.

જોકે, વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, નગરપાલિકામાં દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. જેમાં લાઈટ કમિટી, પાણી, રોડ-રસ્તા સહિતના કામોમાં શાસક પક્ષ દ્વારા કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા, ત્યારે શાસક પક્ષ દ્વારા એજન્ડા સિવાયના કામો અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષે રાષ્ટ્ર ગીત ગાઈ સભાને પૂર્ણ જાહેર કરી કોઈપણ પ્રશ્નના જવાબ આપ્યા વગર સભાખંડ છોડી રવાના થયા હતા.

Latest Stories