ભરૂચ : બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટરે પરિક્ષાર્થીઓને પાઠવી શુભેચ્છા...

ભરૂચ શહેર તથા જિલ્લાભરની શાળાઓમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરની એમીટી શાળા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી

New Update
ભરૂચ : બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટરે પરિક્ષાર્થીઓને પાઠવી શુભેચ્છા...

ભરૂચ શહેર તથા જિલ્લાભરની શાળાઓમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરની એમીટી શાળા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ભરૂચ પંથકની શાળાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બોર્ડની પરીક્ષા ગત વર્ષે કોરોના કાળના કારણે યોજાઈ ન હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોનાએ વિદાય લેતા તમામ શાળાઓ પૂર્વવત થઈ છે, જેથી આજરોજ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે બોર્ડની પરીક્ષાને લઇ પરિક્ષાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષા અન્વયે ધોરણ 12 HSC બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 12 HSC બોર્ડના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપવા માટે પહોચ્યા હતા.

Latest Stories