ભરૂચ: દવે પરીવારના મોભીના નિધન બાદ દેહ અને ચક્ષુનું કરવામાં આવ્યું દાન, મેડિકલ કોલેજને આપવામાં આવ્યો મૃતદેહ

રહાડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે દુઃખદ નિધન થતાં તેમના પુત્ર રાજેશ દવે દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરી તેમના પિતાના ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

ભરૂચ: દવે પરીવારના મોભીના નિધન બાદ દેહ અને ચક્ષુનું કરવામાં આવ્યું દાન, મેડિકલ કોલેજને આપવામાં આવ્યો મૃતદેહ
New Update

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ,જૈન સોશિયલ,નહાર આઈ બેંક દ્વારા તારીખ 10/ 10/ 22 ના રોજ ભરૂચના રહાડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે દુઃખદ નિધન થતાં તેમના પુત્ર રાજેશ દવે દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરી તેમના પિતાના ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સભ્યો સંજય તલાટી, ગિરીશ પટેલ ,ગૌતમ મહેતા દ્વારા ચક્ષુદાન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચક્ષુઓને જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત આઈ બેંકમાં મોકલવાની તજવીજ હાથ ધરી અને ત્યારબાદ દેહદાન માટે દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજનો સંપર્ક કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા દેહને રાત્રીના 12 કલાકે દાહોદ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. ઝાયડસ મેડિકલ કોલેજ ના ડિન ડો.ત્રિપાઠી દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને પરિવારના દેહ તેમજ ચક્ષુદાનના સંકલ્પને તેઓએ બિરદાવ્યો હતો

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #body #Death #eyes #Medical College #donated #Dave family
Here are a few more articles:
Read the Next Article