ભરૂચ : દારૂ સંતાડવા માટે બુટલેગરે અપનાવ્યો નવો કીમિયો, જુઓ ભાલિયાવાડના દ્રશ્યો...

શહેરના ભાલિયાવાડ વિસ્તારમાં જમીનમાં ગટર જેવી કુંડળી બનાવી તેમાં દેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનો પર્દાફાશ થયો છે.

ભરૂચ : દારૂ સંતાડવા માટે બુટલેગરે અપનાવ્યો નવો કીમિયો, જુઓ ભાલિયાવાડના દ્રશ્યો...
New Update

ભરૂચ શહેરના ભાલિયાવાડ વિસ્તારમાં જમીનમાં ગટર જેવી કુંડળી બનાવી તેમાં દેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનો પર્દાફાશ થયો છે. એ' ડિવિઝન પોલીસે મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થા સહિત એક બુટલેગરને ઝડપી પાડ્યો છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની અનેક ફરિયાદો સામે આવી છે, ત્યારે ભરૂચના ભાલિયાવાડ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે ઘરમાં દેશી દારૂનું વેચાણ ચાલતું હોવાનું ઝડપી પાડ્યું હતું. જોકે, પોલીસે કડક પૂછપરછ કરતાં ભાલિયાવાડ વિસ્તારમાં જમીનમાં ગટર જેવી કુંડળી બનાવી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનો પર્દાફાશ થયો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, આ વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવા છતાં સ્થાનિકોના મૌન સામે પણ અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે હાલ તો ભરૂચ એ' ડિવિઝન પોલીસે મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હોવાની માહિતી સાંપડી રહી છે.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #bootlegger #Hide #alcohol #Used #new alchemy #Bhaliyawad #liqour
Here are a few more articles:
Read the Next Article