ભરૂચ : ઇફકો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, ક્રિકેટ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ઇફકો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
ભરૂચ : ઇફકો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, ક્રિકેટ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચમાં ઇફકો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની અગ્રણી વીમા કંપની ઇફકો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ભરૂચ બ્રાન્ચ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓ અને કંપની સાથે સંકળાયેલા એડવાઈઝરોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી. શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વહેલી સવારે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની અને કંપની સાથે જોડાયેલા એડવાઈઝરો એકબીજાને મળી શકે, ઓળખી શકે અને સાથે મળીને એક પ્રકારનો આનંદ મેળવી શકે તે માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમના સભ્યોને ટ્રોફી આપીને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા હતા. આ પ્રસંગે ઇફકો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ભરૂચ બ્રાન્ચના મેનેજર ગૌરવ ઠુમ્મર સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories