આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. પરંતુ ભરૂચ જિલ્લામાં મૂંગા પશુઓ પર અત્યાચાર થતો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક રખડતાં શ્વાનની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર સી' ડિવિઝન પોલીસ મથકે નોંધાય છે. જેના પગલે ભરૂચ જિલ્લાવાસીઓને પણ સાવચેતીરૂપે એક સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, રખડતાં પશુઓ પણ અત્યાચાર કરતા પહેલા ચેતજો, નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.
બનાવની મળતી માહિતી અનુસાર, ભરૂચ સી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી અજીત માલપાનીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, અમારા વિસ્તાર નજીક રખડતાં માદા શ્વાનને નવી નગરી રચના પાર્ક સોસાયટીમાં રહેતા વિજય મોરે નામના વ્યક્તિએ લાકડીના સપાટા મારીને લોહીલુહાણ કરી હતી. જેના પગલે ઇજાગ્રસ્ત શ્વાનને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યું હતું, ત્યારે ગંભીર પ્રકારે લાકડીના સપાટા માર્યા હોવાના કારણે તબીબે સારવાર કરી હતી.
પરંતુ આખરે શ્વાન મોતને ભેટતા મૂંગા પશુઓ પ્રત્યે લાગણીવશ થયેલા અજીત માલપાનીએ શ્વાનને માર મારનારને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. જે બાદ શ્વાન મોતને ભેટતા તેનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ સંસ્કાર કર્યા બાદ હત્યા કરનાર વિજય મોરે વિરુદ્ધ સી' ડિવિઝન પોલીસ મથકે IPCની કલમ 429 તેમજ પશુઓ પ્રત્યે ઘાતીયપણાની કલમ હેઠળ ગિનહો દાખલ કરાવ્યો હતો. આ સાથે લોકોને અપીલ કરી છે કે, મૂંગા પશુઓ ઉપર અત્યાચાર કરવાનું ટાળો. જેથી ક્રૂરતાભરી રીતે શ્વાનની હત્યા કરવાનું એક વ્યક્તિને ભારે પડ્યું હોય તેવો ભરૂચ જિલ્લામાંથી પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.