ભરૂચના રીકશાચાલકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે તેમના ઇ- શ્રમ કાર્ડ કાઢી આપવા માટે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે ઇ- શ્રમ કાર્ડ આપવામાં આવી રહયાં છે. ભરૂચમાં જય ભારત રીકશા એસોસીએશન, આરટીઓ કચેરી તથા વહીવટીતંત્ર તરફથી રીકશાચાલકો માટે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રીકશાચાલકોએ કેમ્પનો લાભ લીધો હતો.