ભરૂચ: પોલીસ ભરતીની પરીક્ષામાં પરસેવો પાડતા ઉમેદવારો,પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારો ઉમટ્યા

ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. માવઠાના કારણે મોકૂફ રહેલી પરીક્ષા સોમવારથી શરૂ થઈ ગઈ છે

New Update

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે માવઠાના લીધે મોકૂફ રહેલી પોલીસ ભરતીનો સોમવારથી આરંભ થયો હતો. જેના પગલે રવિવાર સાંજથી જ ઉમેદવારોએ શારીરિક કસોટી માટે ભરૂચ શહેરમાં પડાવ નાખ્યો હતો. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરના મેદાનમાં ગુજરાતના શહેર, જિલ્લાઓ અને આંતરિક ગામડાંઓમાંથી 1000થી વધુ મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે ઉમટી પડી હતી.ઉમેદવારો પરીક્ષા માટે પરસેવો પાડતા જોવા મળ્યા હતા. તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ભરૂચ અને સુરત સહિતના જિલ્લાઓમાં પરીક્ષા મોકૂફ રાખવામા આવી હતી. વરસાદના કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાતા પરીક્ષા યોજી શકાય ન હતી જો કે બાદમાં ઉઘાડ નીકળતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઉમેદવારો ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે