Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક કારનું ટાયર ફાટતા અકસ્માત, બાઈક અને રીક્ષાને મારી ટક્કર

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.

X

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પુરપાટ પસાર થતાં વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે. ત્યારે આજરોજ બપોરના અરસામાં એક કાર ચાલક પુરપાટ ઝડપે પોતાની કાર લઈ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વરની કડકીયા કોલેજ નજીક કારનું ટાયર ફાટતા બેકાબૂ બનેલ કારે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનો સહિત રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જો કે આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી ત્રણેય વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Next Story