/connect-gujarat/media/post_banners/849d7be3280c4f0c6a918027ef840ac758205f06d8c43c0dc7089d308edf395c.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ નગર સ્થિત બચ્ચો કા ઘર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સરકારી ખાતાના અધિકારી તેમજ નિષ્ણાંતોએ માર્ગદર્શન આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચના આમોદ સ્થિત બચ્ચો કા ઘર ખાતે આજરોજ વિવિધ શાળાના વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ સરકારી ખાતાના અધિકારીઓ તેમજ નિષ્ણાંતોએ શાળાના વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નિશાંત દવે, ઔધોગિક તાલીમ સંસ્થાના એચ.વી.મોદી, ખેતીવાડી એન્જિનિયરીંગ કૉલેજના ડૉ. કૌશલ વસાવા, પશુ ચિકિત્સા અધિકારી, ખેતીવાડી શાખાના અધિકારી સહિતના અધિકારીઓએ હાજર રહી વિવિધ વિષયો ઉપર વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ પોતાને મુંઝવતા વિવિધ પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું હતું.