New Update
/connect-gujarat/media/post_banners/7897397c028ad3a0d964c2cdfaf5765f84c1389df85d99053cbf9616e9f72b1f.jpg)
ભરૂચની ગુજરાત ગેસ કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 43 કર્મચારીઓને છૂટા કરતાં કંપનીના ગેટ બહાર કર્મચારીઓ વિરોધ પર ઉતાર્યા. ભરૂચ શહેરના કલેકટર કચેરી રોડ ઉપર ભૃગુ ઋષિ ભોલાવ બ્રિજ નીચે આવેલી ગુજરાત ગેસ કંપનીમાં રાજદીપ એન્ટરપ્રાઇઝમાં વર્ષોથી ફરજ બજાવતા તેતાલીસ જેટલા કર્મચારીઓ કે જેવો સુપરવાઇઝર ઓફિસ બોય સફાઈ કર્મચારી માળી તરીકે કામ કરતા હતા. તેઓને નવો કોન્ટ્રાક્ટ આવતા ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈ ઘણા મહિનાઓના સંઘર્ષ બાદ પણ કોઈ પરિણામ ન આવતા કર્મચારીઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સાથે જ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને રજૂઆત કરી હતી.
Latest Stories