ભરૂચ ઝાડેશ્વર તુલસીધાં માર્કેટને ખસેડવાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે આજે 600 જેટલા લારી ધારકો અને શાકભાજી વેચનારાઓએ ભરુચ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ શાક માર્કેટના કારણે ટ્રાફિકને અવરોધ થતાં ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા પથારાવાળાઓને વૈકલ્પિક જગ્યા પર ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે બાદ નવી જગ્યાની જાહેરાત થતાંની સાથે જ તુલસીધામ માર્કેટના શાકભાજી વેચાનારાઓ દ્વારા ભરુચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
તુલસીધામ શાક માર્કેટમાં રોજેરોજ શાક વહેચી પોતાના પરીવારનું ગુજરાન ચલાવનાર પથારાવાળાની હાલત કફોડી બની હતી જેને લઈને માર્કેટના 25 વર્ષથી આજીવિકા મેળવતા પથારાવાળા અને શાકભાજીના વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી ભરુચ જિલ્લા કલેકટરને કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી.