ભરૂચ: મુસ્લિમ સંપ્રદાયના મહોરમ પર્વની ઉજવણી,યા હુસેનના નારા સાથે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા

કલાત્મક તાજીયા બનાવી યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા

New Update
ભરૂચ: મુસ્લિમ સંપ્રદાયના મહોરમ પર્વની ઉજવણી,યા હુસેનના નારા સાથે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા

ભરૂચ જિલ્લામાં કલાત્મક તાજીયા બનાવી યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા

એક માન્યતા અનુસાર, હજારો વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબ અને તેમના જાંબાઝ સાથીઓની યાદમાં સદીઓ વિત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી થઇ રહી છે.ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવી યા હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા..જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા

Latest Stories