Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી...!

ઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

ભરૂચ જિલ્લાના છેવાડાના હાસોટ તાલુકાના ઇલાવ ગામે વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિપ્ર વૃંદ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનો સાથે આદ્યશક્તિમાં વેરાઈની આરાધના કરવામાં આવી હતી.જેમાં ગામના વિવિધ 15થી વધુ દંપત્તિઓએ ભાગ લઈ માતાજીની આરાધના કરી હતી.પુર્ણાહુતી સમયે શ્રીફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને માતાજીની આરાધના કરી હતી. પાટોત્સવ નિમિત્તે ભંડારો અને ડાયરો સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Next Story