Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા શ્રાવણ માસની ઉજવણી, સવાલક્ષ પાર્થિવેશ્વર અનુષ્ઠાનનું સમાપન

શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલ શિવ મહોત્સવ દરમ્યાન ઋષિકુમારોએ બનાવેલા સવાલક્ષ પાર્થિવેશ્વર અનુષ્ઠાનનું સમાપન

X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલ શિવ મહોત્સવ દરમ્યાન ઋષિકુમારોએ બનાવેલા સવાલક્ષ પાર્થિવેશ્વર અનુષ્ઠાનનું સમાપન કરવામાં આવ્યું હતું.

ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ માસમાં અગિયારસથી અમાસ સુધી શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગિયારસથી અમાસ દરમ્યાન પાઠશાળાના ઋષિકુમારો દ્વારા નર્મદા નદીની માટીમાંથી સવાલક્ષ પાર્થિવ શિવલિંગનું સર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા, ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસ નિમિત્તે પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સવાલક્ષ શિવ પાર્થિવેશ્વર અનુષ્ઠાનને લોકદર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

આ સાથે જ હોમાત્મક લઘુરુદ્ર, સમૂહ શિવપૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્વામી નિજાનંદ સરસ્વતીએ શ્રાવણ માસ દરમ્યાન શિવ મહિમા સ્તોત્ર વિશે જ્ઞાનદર્શન કરાવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત વેદ પાઠશાળાના પ્રમુખ દિનેશ પંડ્યા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ઝોન પ્રમુખ લલિત શર્મા, કોર કમિટી પ્રમુખ પ્રદીપ રાવલ, મહિલા પાંખ પ્રમુખ પ્રજ્ઞા રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર પ્રમુખ ચંદુ જોષી, મહામંત્રી ભાસ્કર આચાર્ય સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story