Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ચૈતર વસાવા ભૂલ્યા ભાન, PM મોદી અંગે આપ્યુ વિવાદિત નિવેદન, કહ્યું આવા લોકો દેશ સાચવશે. !

X

ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન ઇમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં ભરૃચમાં જાહેર સભા યોજાઈ હતી.જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાર્થ કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવી શકે કહી જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું

આ તરફ ઇમરાન પ્રતાપગઢીએ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.ઈન્ડીયા ગઠબંધનની સભામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, ઉપરાંત કોંગ્રેસ અગ્રણીઓ સુલેમાન પટેલ, સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story