/connect-gujarat/media/post_banners/d03e0d4005ad7706fbe4ac3d38acda58ca147986dad63da08189cf36c7d6fa03.jpg)
લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયુ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા 21 દિવસ દરમિયાન સ્વાભિમાન યાત્રામાં દરેક જિલ્લા અને તાલુકાઓમાં ફરી લોક સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ આ યાત્રા પૂર્ણ થઈ હતી ચૈતર વસાવા ન્યાય યાત્રા દરમિયાન 306 ગામડાઓમાં ફર્યા હતા.
યાત્રા દરમિયાન થયેલા અનુભવ બાબતે તેઓ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ન્યાયયાત્રા દરમિયાન લોકોનું જન સમર્થન મળ્યું હતું ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અનેક આગેવાનો તેમની સાથે જોડાયા હતા.કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં તેઓ દ્વારા તમારો દીકરો તમારા દ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવશે અને તેમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે રહેશે.કોંગ્રેસના જેટલા પણ નારાજ લોકો છે તેમની નારાજગી દૂર કરવાનો પણ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું