ભરૂચ: છોટુ વસાવાએ ચૂંટણીપંચને લખ્યો પત્ર, મતદાનના દિવસે કંપનીઓમાં ઇન્ટરનેટ બંધ રાખવા કરી માંગ

ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારે અતિ સંવેદનશીલ બુથો પર કડક કાર્યવાહી કરવા તથા મતદાનના દિવસે બધી જ કંપનીઓના ઇન્ટરનેટ બંધ રાખવા બાબત પત્ર લખ્યો.

New Update
ભરૂચ: છોટુ વસાવાએ ચૂંટણીપંચને લખ્યો પત્ર, મતદાનના દિવસે કંપનીઓમાં ઇન્ટરનેટ બંધ રાખવા કરી માંગ

ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારે અતિ સંવેદનશીલ બુથો પર કડક કાર્યવાહી કરવા તથા મતદાનના દિવસે બધી જ કંપનીઓના ઇન્ટરનેટ બંધ રાખવા બાબત પત્ર લખ્યો.

Advertisment

અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવા એ જિલ્લા ચૂંટણી અધિકારી તથા રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી બોગસ મતદાન અટકાવવા તથા ઇવીએમ મશીન સાથે વાઇફાઇ કનેક્ટ કરી ડેટા સાથે છેડછાડ કરવામાં ના આવે તેથી ઇન્ટરનેટ બંધ રાખવા પત્ર લખ્યો છે.

ઝઘડિયા ૧૫૨ વિધાનસભા મત ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર છોટુભાઈ અમરસિંહ વસાવાએ ચૂંટણી અધિકારી ઝઘડિયા વિધાનસભાને બે પત્ર લખી ઝઘડિયા વિધાનસભાના અતિ સંવેદનશીલ બુથ ઉપર કડક કાર્યવાહી કરવા તથા ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મતદાનના દિવસે બધી જ કંપનીઓના ટાવર પર નેટ બંધ કરવા બાબતે પત્ર લખી તેની નકલ જિલ્લા ચૂંટણી અધિકારી તથા રાજ્ય ચૂંટણી કમિશનરને રવાના કરી છે. ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા વિધાનસભામાં આવેલ ડભાલ, વલા, વલી, તવડી, ખાલક બુથો પર ચૂંટણી વખતે પોલીસ તંત્રના સહયોગથી સરકારી તંત્રનો ઉપયોગ કરીને બોગસ મતદાન કરવામાં આવે છે, તેમને શંકા કરી છે કે આ વખતે પણ ઉપરોક્ત બુથો પર પોલીસ તંત્રના સહયોગથી સરકારી તંત્રનો ઉપયોગ કરીને બોગસ મતદાન કરવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આથી આ બુથો પર મતદાનના દિવસે બેટરીથી અથવા લાઈટ થી ચાલતા સીસીટીવી કેમેરા મૂકીને લાઈવ કરવામાં આવે, જેથી બોગસ મતદાન અટકાવી શકાય. બીજા પત્રમાં તેમણે લખ્યું છે કે ૧ ડિસેમ્બર ૨૦૨૨ના મતદાનના દિવસે ઇવીએમ મશીનનો સાથે વાઇફાઇ કનેક્ટ કરી મશીનો સાથે છેડછાડ કરી ભાજપ તરફથી મતદાન કરવામાં આવે છે.આવી ભૂતકાળમાં કેટલીય ફરિયાદો આખા ગુજરાતમાંથી આવી હતી તો આ વખતે પણ ઇવીએમ મશીનો સાથે વાઇફાઇ કનેક્ટ કરી ડેટા સાથે છેડછાડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તો તેમણે ફરિયાદ કરી છે કે મતદાનના દિવસે સમગ્ર ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં દરેક કંપનીના ટાવર સાથે જોડાયેલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવે.

Advertisment