/connect-gujarat/media/post_banners/d35ae9ff41943aa50b53112b541f870cd7cde9ad082b47d59fd6ced24221fd3f.jpg)
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નાતાલના પર્વની ઉજવણી કરી હતી.
આજે ક્રિસમસના અવસરે ભારત સહિત દુનિયાભરમાં ઉજવણી ચાલી રહી છે.રાત્રે પ્રભુ ઈસુનો જન્મ થતાં જ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને મેરી ક્રિસ્મસ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચના વિવિધ ચર્ચોમાં પણ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.દેવળોમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવી હતી.