ભરૂચ: વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પડેલ ખાડાઓથી પ્રજા ત્રસ્ત, સ્થાનિકોમાં રોષ

ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.

New Update

ભરૂચ શહેરમાં સાવચેતીના ભાગરૂપે પ્રિ-મોન્સુન કામગીરી કરવા છતાં ગામડાઓ કરતાં પણ શહેરની પરિસ્થિતી વધુ વિકટ બની છે. વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં મસમોટા ખાડાઓનું નિર્માણ થયું છે. સ્થાનિક કોર્પોરેટરોનું ધ્યાન આ ખાડાઓ ઉપર જતું નથી અથવા આંખ આડા કાન કરે છે. સ્થાનિક સમસ્યાઓને યોગ્ય રીતે રજૂ કરી તેના નિકાલ કરવાના હેતુ સ્થાનિક રહીશો કોર્પોરેટરો ઉપર વિશ્વાસ કરી ચૂંટીને મોકલતા હોય છે પરંતુ શાસક પક્ષના કોર્પોરેટરો હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે.

ખાડાઓથી ત્રસ્ત પ્રજા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે. પ્રજાને ભૌતિક સુખાકારી આપવા વિભિન્ન પારકારના લાખો-કરોડોનો ટેક્ષ વહીવટીતંત્ર વસૂલતી હોવા છતાં સુવિધા નામે શૂન્ય જ છે. ભરૂચનાં વેજલપુર વિસ્તારની સમસ્યાને જ નહીં સમગ્ર ભરૂચની ખાડા સમસ્યાનો સત્વરે નિકાલ આવે તેવા ત્વરિત પગલાં ભરવા આમ જનતાની લાગણી અને માંગણી છે.

Latest Stories