ભરૂચ : શનિવારે 8 કલાક સુધી વીજકાપની સાથે પાણી વિના ટળવળશે શહેરીજનો

કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે

New Update
ભરૂચ : શનિવારે 8 કલાક સુધી વીજકાપની સાથે પાણી વિના ટળવળશે શહેરીજનો

કોરોનાની મહામારી વચ્ચે વીજકંપનીએ મેઇનટેનન્સનું મુહુર્ત કાઢતાં શનિવારે ભરૂચવાસીઓને વીજકાપ અને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે.

કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે તેવામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મેઇનટેનન્સનું મુહુર્ત કાઢયું છે. શનિવારના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લીંક રોડ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેવાનો છે. વીજ પુરવઠો નહી મળવાનો હોવાથી અયોધ્યાનગર ખાતે આવેલો નગરપાલિકાનો ફીલ્ટરેશન પ્લાન્ટ પણ બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યાનગર ફીલ્ટરેશન પ્લાન્ટ ખાતેથી જ શહેરની વિવિધ ટાંકીઓમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં આવે છે. વીજકાપના કારણે ટાંકીઓમાં પાણી પહોંચાડી શકાય તેમ ન હોવાથી શનિવારે શહેરમાં આપવામાં આવતો પાણીનો પુરવઠો પણ બંધ રાખવાની પાલિકાને ફરજ પડશે. ભરૂચ શહેરના ૧.૭૫ લાખ લોકોને શનિવારે વીજકાપની સાથે પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે. 22kv ફીડર સ્વામિનારાયણ મેન્ટેનન્સ અર્થે બંધ રાખવામાં આવતા તુલસી રેસીડેન્સી ,ધનશ્રી કોમ્પલેક્ષ ,ગણેશ ટાઉનશિપ, આલ્ફા સોસાયટી, પંચવટી સોસાયટી, દિન દયાલ કોમ્પલેક્ષ, અયોધ્યાનગર સહિતના લિંક રોડ વિસ્તારમાં વીજકાપ રહેશે. ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોને પાણીનો બગાડ નહિ કરવા તથા સંગ્રહ કરી લેવા માટે અપીલ કરી છે.

Latest Stories