Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સિવિલ હોસ્પિટલ કોરોનાને મ્હાત આપવા તૈયાર,જુઓ કેવી છે વ્યવસ્થા

પ્રથમ તબક્કામાં 40 બેડ ઓક્સિજન સાથેના અને 10 વેન્ટિલેટરની સુવિધા સાથે સિવિલ હોસ્પિટલને સજ્જ કરવામાં આવી છે

X
  • ભરૂચ સિવિલ હોસ્પિટલમા કોરોના કરવામાં આવ્યું આયોજન
  • 40 બેડ પર ઑક્સીજનની સુવિધા,10 વેન્ટિલેટરની સુવિધા
  • આરોગ્ય વિભાગ સજ્જ થયુ

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રથમ તબક્કામાં 40 બેડ ઓક્સિજન સાથેના અને 10 વેન્ટિલેટરની સુવિધા સાથે સિવિલ હોસ્પિટલને સજ્જ કરવામાં આવી છે.

દેશભરમાં ફરી એક વખત કોરોનાનો નવો વોરિયન્ટ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્ર કામે લાગ્યું છે.જેને લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોરોના વિભાગ શરૂ કરાયો છે.જેમાં ઓક્સિજન સાથેના 40 બેડ અને 10 વેટિલેટર વાળા બેડ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે.સાથે આવનારા સમયમાં જો જરૂર પડશે તો 150 બેડ સુધીની સગવડ પણ ઉભી કરવામાં આવશે.સાથે સાથે હોસ્પિટલના સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યો છે. કોરોનાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભરૂચ સિવિલ તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે.

Next Story