ભરૂચ: પેટ્રોલપંપ પર કાર ચાલક અને કર્મચારી વચ્ચે મારામારી, ઘટના CCTVમાં થઈ કેદ

ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફીલર તરીકે ફરજ બજવતા અનીશભાઇ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા.

New Update
ભરૂચ: પેટ્રોલપંપ પર કાર ચાલક અને કર્મચારી વચ્ચે મારામારી, ઘટના CCTVમાં થઈ કેદ

ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવે આવેલ ઈટવાલા પેટ્રોલ પંપ પર CNG પુરાવા લાઇન તોડી વચ્ચે ઘુસેલા ગાડી ચાલકને પંપના કર્મચારી એ વચ્ચે ઘુસવા પર ટોકતા ગાડી ચાલક અને મિત્રએ પંપના ૨ કર્મચારી સાથે છુટા હાથની મારામારી કરી હતી.પંપના સીસીટીવી કેમેરામાં મારામારીની ઘટના કેદ થઈ હતી

ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફીલર તરીકે ફરજ બજવતા અનીશભાઇ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા ત્યારે એક કાર નંબર જી.જે-૦૬-એ.એચ-૫૨૬૪ લાઇન તોડી વચ્ચે ઘુસતા પંપના કર્મચારી અનિલભાઈએ તેમને ટોકયા હતા જેને લઇ ગાડી ચાલકે ઉસકેરાઈ જઈ કાર ચાલક અને સાથી મિત્રએ ફરીયાદીને માર માર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત 2 કર્મચારીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગાડી ચલાવનાર જીયા સલીમ મૌલવી રહે-કંથારીયા તેમજ તેનો મિત્ર જકરીયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં પ્રાથમિક વિગતો સામે આવી છે.અનીશ પટેલે મારુતિ ફ્રન્ટી ના ચાલક અને સાથીદાર સામે ભરૂચ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

Latest Stories