ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા
ભરૂચમાં કલકત્તા સ્થિત આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી, પંડિત ઓમકારનાથ સંગીત મંડળ, અંતઃસ્વર અને બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉંડેશનના સહયોગથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના સૂત્રધાર વ્રજ જોશીએ વસંત ઋતુનાં આગમનની વધામણીના સુંદર કાવ્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રીજની બેનર્જીએ સિતાર વાદનમાં રાગ શ્યામ કલ્યાણથી શરૂઆત કરી અને રાગ બસંત ની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મોહી લીધા. ભરૂચ ના ડૉ જાનકી મીઠાઈવાલા, દહેજ સ્થિત શ્રી વ્યાનું વ્યાસ, શ્રી જે કે શાહ ભરૂચમાં શાસ્ત્રીય સંગીતની ધરોહરને જાળવી રાખવાના ભાગરૂપે આવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે જેનો લાભ ભરૂચની જનતા નિઃશુલ્ક ઉઠાવી શકે છે.