/connect-gujarat/media/post_banners/245e2500aa9253789a321acc9eccb4d9cba8cf17d2e8a7fd674cc22ecc70336b.jpg)
ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાંસની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે.
ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વ ભરુચ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સફાઈ હાથ ધરવામાં આવી છે. ભરૃચ શહેરમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે.જેના નિવારણ માટે ભરુચ પાલિકા દ્વારા શહેરની નાની મોટી 27 જેટલી કાંસોની સફાઈની કામગીરી શરૂ કરી છે.ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આયોજનબધ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે એ જરૂરી છે