Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સી.એમ.હળવા મૂડમાં જુઓ કોને કહ્યું આ માણસ કોઈને નડે એમ નથી,આપણા જેવા નડે

X

ગુજરાતનાં મુખ્યપ્રધાન આજરોજ ભરૂચની મુલાકાતે હતા ત્યારે તેઓ હળવા મૂડમાં જણાયા હતા. સિવિલ હોસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટના લોકાર્પણ સમયે તેઓએ એક કોમેન્ટ કરી હતી જે સાંભળી સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા હતા

ગુજરાતનાં મુખ્યપ્રધાન બન્યા બાદ આ પ્રથમ અવસર હતો કે ભુપેન્દ્ર પટેલ ભરૂચના મહેમાન બન્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટનું તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકાર્પણની થોડી જ ક્ષણો પહેલા એવું બન્યું કે સૌ કોઈના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. વાત જાણે એમ છે કે ભુપેન્દ્ર પટેલ રીબીન કટિંગ માટે ઑક્સીજન પ્લાન્ટ નજીક પહોંચ્યા હતા તેઓએ આજુબાજુ નજર કરી તો મોટાભાગના તમામ આગેવાનો ઉપસ્થિત હતા પરંતુ પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા નજરે ન પડતાં તેઓએ પ્રદીપસિંહને બોલાવવા કહ્યું હતું. અન્ય આગેવાનોએ પ્રદીપસિંહને બોલાવ્યા હતા જો કે ઉદ્ઘાટન સ્થળની જગ્યા નાની હોય પ્રદીપસિંહ આગળ આવી શકતા ન હતા પરંતુ બાદમાં પ્રદીપસિંહ સી.એમ.ની બાજુમાં ઊભા હતા આ સમયે ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે "એમની હાઇટ કોઈને નડે એમ નથી આપણા જેવા જ નડે". આ સાંભળી ઉપસ્થિત સૌ કોઈ ખડખડાટ હસવા લાગ્યા હતા

આ ઉપરાંત સી.એમ.નો કોમન મેન જેવો અંદાજ પણ ભરૂચમાં જોવા મળ્યો હતો. સમાન્યત:કોઈ નેતા કે મંત્રી કાર્યક્રમમાં આવે તો તેઓની કારણો કાફલો સીધો જ કાર્યક્રમ સ્થળની નજીક આવી જાય છે અને મંત્રી લાલજાજમ પર ચાલી કાર્યક્રમ સ્થળે પહોંચે છે જો કે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા સી.એમ.ભુપેન્દ્ર પટેલે તેમનો કાફલો કાર્યક્રમ સ્થળની દૂર જ થોભાવ્યો હતો અને સમાન્ય માણસની જેમ ચાલતા ચાલતા કાર્યક્રમ સુધી પહોંચ્યા હતા. સી.એમ.ના આ સરળ સ્વભાવથી સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા

Next Story