New Update
/connect-gujarat/media/post_banners/85bf0a8bb00ea9e9575129f8b17c697960bad9c1e1551ab405cf3c22d5d0fc76.jpg)
ભરુચમાં નદી ઉત્સવ અંતર્ગત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ હતી.દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે ૩૦ ડીસેમ્બર સુધી નદી ઉત્સવની ઉજવણી કરાશે.જેના ભાગરૂપે નદી ઉત્સવના બીજા દિવસે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા અને નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતાં.