Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોંગ્રેસ સમિતિનું કલેકટર ઓફિસએ વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

X

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

ભરૂચમાં પણ કેન્દ્રની ભાજપ સરકારના ઇશારે એન્ફોર્સમેન્ટ ડાયરોકરેટ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન ભરૂચ કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન વડાપ્રધાનના ફોટા ઉપર શાહી નાખવામાં આવતા પોલીસે પણ કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી/ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં ભરૂચ કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સરકારની વિરુદ્ધ પોસ્ટર સાથે સૂત્રોચાર કરવા સાથે કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક કોંગ્રેસીઓએ આંદોલનના શ્રી ગણેશ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને કોંગ્રેસીઓમાંથી જ કોઈ ટીક્કર ખોળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા ઉપર સાહી લગાવતા પોલીસ પણ ઉગ્ર બની હતી અને કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

ભરૂચ કલકેટર કચેરીના પટાંગણમાં જિલ્લા કોંગ્રેસના કાર્યક્રમો વિરોધ કરી રહ્યા હતા પ્લે કાર્ડ, બેનર્સ, પોસ્ટર સાથે ભારે નારાબાજી અને સુત્રોચ્ચારો થઈ રહ્યા હતા. તે સમયે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનો સંકુલમાં હાજર હતા તે દરમિયાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેંકાતા જ વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે આગેવાનો અને કાર્યકરોને હટાવવાની કવાયત હાથ ધરતા જ ખેંચતાણ અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.તે વેળા પોલીસ જવાનોએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બદ્સુલુકી કરવા સાથે કપડા ફાડી નાખ્યા હોવાના આક્ષેપ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ કર્યો છે.

Next Story