Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રોજગારી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં, વિરોધ વેળા પોલીસે કરી કાર્યકરોની ટીંગાટોળી...

ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે

X

ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, ત્યારે રોજગારી મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના યુવાનોને રોજગારી ન મળતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર કચેરી ખાતે પહોચી આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું હતું. જોકે, કોંગી આગેવાનો રોજગાર કચેરી ઉપર પહોંચે તે પહેલાં જ પ્રવેશદ્વાર નજીક પોલીસે પોતાનું વાહન મૂકી દેતા યુથ કોંગ્રેસ કે, કોંગ્રેસ હોદેદારોને રોજગાર કચેરીના સંકુલમાં પ્રવેશ મળ્યો ન હતો. જેના કારણે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણો સર્જાયા બાદ કેટલાયે દિવાલ કૂદીને પણ રોજગાર કચેરીમાં પહોંચી આંદોલનને આક્રમક બનાવ્યું હતું.

ભરૂચની રોજગાર કચેરી સંકુલમાં પોલીસ અને કંગરેસના કાર્યકરો વચ્ચે પકડ દાવનો ખેલ ખેલાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાય કોંગ્રેસી હોદ્દેદારોએ રોજગાર કચેરીમાં પ્રવેશ કરી ભારે સૂત્રોચ્ચાર કરતાં પોલીસ વિભાગ દ્વારા કોંગ્રેસના હોદ્દેદારોની ટીંગાટોળી કરવામાં આવ્યા હતા. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડવાની ફરજ પડી હતી. સાથે જ તમામ હોદેદારોને એ' ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આગામી દિવસોમાં યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો, ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમ્યાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, શેરખાન પઠાણ સહિત જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને યુથ કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

Next Story