Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલના “પોસ્ટર યુદ્ધ” અને બહેન મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની બેઠકથી “રાજકારણ” ગરમાયું..!

ભરૂચ લોકસભા બેઠક માટે ભાઇ-બહેનમાં જ સ્પર્ધાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસ જોવા મળી છે.

ભરૂચ : કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલના “પોસ્ટર યુદ્ધ” અને બહેન મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની બેઠકથી “રાજકારણ” ગરમાયું..!
X

ભરૂચ લોકસભા બેઠક માટે ભાઇ-બહેનમાં જ સ્પર્ધાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસ જોવા મળી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના “હું તો લડીશ”ના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ, સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની બેઠકથી રાજકીય પંડિતોમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે.

હાલ, બજેટ સત્ર પૂર્ણ થતાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી જાહેરાતની શક્યતાઓ છે. ભરૂચ લોકસભા બેઠક માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસમાંથી સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ પ્રબળ દાવેદાર છે. મુમતાઝ પટેલે કોંગ્રેસમાંથી ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જેઓએ ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સાથે બેઠક યોજી સમર્થન મેળવી લીધું છે. આ તરફ, નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શકુર પઠાણ સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના “હું તો લડીશ”ના પોસ્ટર નેત્રંગ સહિત ભરૂચ લોકસભા વિસ્તારમાં ઠેર ઠેર લાગતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભરૂચ લોકસભા માટે સગા ભાઇ-બહેનમાં જ જાણે સ્પર્ધા ચાલતી હોવાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસની સ્થિતિ ઉદભવી છે. જોકે, ફૈઝલ પટેલના પોસ્ટર યુદ્ધ અને મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની બેઠક બાદ રાજકીય પંડિતોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

Next Story