ભરૂચ: કોંગ્રેસના આગેવાન મહેન્દ્રસિંહ રાજ જોડાયા ભાજપમાં, અન્ય 300 કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો

ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસનાં આગેવાન મહેન્દ્રસિંહ રાજ ભાજપમાં જોડાયા

ભરૂચ: કોંગ્રેસના આગેવાન મહેન્દ્રસિંહ રાજ જોડાયા ભાજપમાં, અન્ય 300 કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો
New Update

ભરૂચમાં કોંગ્રેસએ મોટો ફટકાઓ પડ્યો છે. કોંગ્રેસનાં આગેવાન અને ભરૂચ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન રહી ચૂકેલા મહેન્દ્રસિંહ રાજ ભાજપમાં જોડાયા હતા તો અન્ય 300 આગેવાનોએ પણ કેસરીયો ધારણ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ખાતે ભાજપનું જનસંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન યુનુસભાઈ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરી ખેસ પહેરાવી ભાજપના આગેવાનોએ આવકાર્યા હતા. વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસનાં અનેક આગેવાનો ભાજપમાં જોડાય રહ્યા છે જેના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે

#Bharuch #Gujarat #ConnectGujarat #BJP #Congress leader #joins BJP #Mahendra Singh Raj #Congress Bharuch
Here are a few more articles:
Read the Next Article