Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે બે ઓવરબ્રિજના નિર્માણકાર્ય દરમ્યાન વૈકલ્પિક માર્ગ શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત

મહંમદપુરાનો ઓવરબ્રિજ તેમજ શ્રવણ ચોકડી પર બનનાર ઓવરબ્રિજ બાબતે વૈકલ્પિક માર્ગની સુવિધા ઉભી કરવાની માંગ સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવવામાં આવ્યું હતું

X

ભરૂચ શહેરમાં સેન્ટ ઝેવિયર સ્કૂલથી મહંમદપુરાનો ઓવરબ્રિજ તેમજ શ્રવણ ચોકડી પર બનનાર ઓવરબ્રિજ બાબતે વૈકલ્પિક માર્ગની સુવિધા ઉભી કરવાની માંગ સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મમદપુરાનો ઓવરબ્રિજ તેમજ શ્રવણ ચોકડીનો ઓવરબ્રિજ નિર્માણ પામનાર હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું સર્જન ન થાય તે માટે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકર સહિતના હોદ્દેદારો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને રજુઆત કરી વૈકલ્પિક રસ્તાની માગણી કરી લોકોને સુવિધા પૂરી પાડવાનો અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો મુખ્ય રસ્તો સ્ટેશનથી પાંચબત્તી મહંમદપુરા થઈ જંબુસર ચોકડી સુધીનો છે.આ રસ્તા પર શહેરનો ઘણો ટ્રાફિક રહે છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં આ રસ્તા ઉપર રહે છે.આ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવી પડે તે માટે વૈકલ્પિક માર્ગની સુવિધા ઉભી કરવાની માંગ કરવામાં આવી છે.

Next Story