ભરૂચ: અંકલેશ્વર ખાતે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું,કોરોના ગાઈડલાઇનના ધજાગરા

અંકલેશ્વર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

New Update
ભરૂચ: અંકલેશ્વર ખાતે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું,કોરોના ગાઈડલાઇનના ધજાગરા

અંકલેશ્વર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજકીય ગતિવિધિ તેજ બની છે જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરની રમણ મૂળજીની વાડી ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વે કેન્દ્રિય પ્રધાન ડો.તુષાર ચૌધરી,નારણ રાઠવા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા,સંદીપ માંગરોલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાનાર અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલને સંમેલનમાં આવકાર આપવામાં આવ્યો હતો. તેઓએ કોઈનું પણ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં કોરોના ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થયો હતો