Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વટારીયાની ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળ્યું, ગ્રામજનોમાં રોષ...

વાલિયા તાલુકાના વટારીયા નજીક ગ્રામજનોને હાલાકી, ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળ્યું

X

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ગામ નજીક આવેલ ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળતાં ગ્રામજનોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી દર ચોમાસાની સિઝન દરમ્યાન ભરૂચના વાલિયા તાલુકાના વટારીયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી ગ્રામજનોના મકાનમાં ફરી વળે છે. ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી કમ્પાઉન્ડ નજીક આવેલ ફળિયામાં નિકાલ થતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં ગણેશ સુગર ફેક્ટરીના સત્તાધીશો દ્વારા કોઈપણ જાતનું નિરાકરણ લાવવામાં નથી આવ્યું. જેથી દૂષિત પાણી લોકોના મકાનમાં ફરી વળતાં ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે. એટલું જ નહીં, આ દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જતાં સ્વાસ્થ્યને પણ અસર થવાનો ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story