Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે યોજાયો રસોઇ શો, બહેનોએ બનાવી અવનવી વાનગીઓ

ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડની ભરૂચ શાખાના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે રસોઇ શો યોજવામાં આવ્યો.

X

ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડની ભરૂચ શાખાના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે રસોઇ શો યોજવામાં આવ્યો.. રાજયભરમાંથી 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા ભરૂચના આંગણે આવી રસોઈની કરામત દેખાડી હતી અને જનતામાં અંધજનો અને અન્ય દીવ્યાંગો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અંધજનો અને દિવ્યાંગો માટેના સામાજિક કાર્યોને વેગ આપી અંધકારમાં દીવો પ્રગટાવવાનો આશય સાથે રસોઈ શો નું આયોજન કરવામાં આવ્યું .

પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી.. રાજપૂત છાત્રાલય ખાતે આયોજીત રસોઈ શો માં નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, લોકગાયક અભેસિંહ રાઠોડ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર,ભરૂચ રોટરી કલબના પ્રમુખ ડો, વિક્રમ પ્રેમકુમાર, સામાજિક અગ્રણી વાસંતીબેન દીવાન, એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ ભરૂચ જિલ્લા શાખા ચેરમેન ખુમાનસિંહ વાંસીયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Next Story