Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કોરોનાની રસી મુકાવનાર વિદ્યાર્થીઓને અપાશે સ્કૂલ બેગ,વાંચો કોણે કરી પહેલ

સોમવારે પ્રીકોશન ડોઝ ઉપરાંત 15 થી 17 વર્ષ સુધીના શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે રસીકરણ મહા અભિયાનનું આયોજન કરાયું છે.

ભરૂચ: કોરોનાની રસી મુકાવનાર વિદ્યાર્થીઓને અપાશે સ્કૂલ બેગ,વાંચો કોણે કરી પહેલ
X

કોરોના સામે વધુ સુરક્ષા માટે ભરૂચ જિલ્લામાં સોમવારે પ્રીકોશન ડોઝ ઉપરાંત 15 થી 17 વર્ષ સુધીના શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે રસીકરણ મહા અભિયાનનું આયોજન કરાયું છે. સોમવારે વેકસિન લેનાર બાળકોને યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરાશે.

બીજો ડોઝ લીધાને 9 માસ પુરા કરેલા હોઈ તેવા હેલ્થ કેર , ફ્રન્ટલાઇન વર્કર તથા 60 થી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓને અન્ય ગંભીર ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકો પણ પ્રીકોશન ડોઝ લઇ શકશે. ભરૂચ જિલ્લામાં કુલ 253 રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ -19 વેક્સીનેશનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોને મહા અભિયાનમાં રસી લેવા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા , જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા દ્વારા અનુરોધ કર્યો છે. રસી મુકાવનાર 15 થી 17 વર્ષના વિદ્યાર્થી, બાળકોને યુવા એન્સ્ટોપેબલ સંસ્થા દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવનાર છે.

Next Story