Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લાંબા સમયગાળા બાદ કોરોનાની એન્ટ્રી, સિવિલ હોસ્પિટલ સત્તાધીશોએ બેડની સુવિધા ઊભી કરી

સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓ નહિવત રહ્યા હતા અને કોરોના ની ચોથી લહેર પ્રવેશી રહી હોય તેમ ભરૂચ જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાઈ ચૂક્યો છે

X

ભરૂચ જિલ્લામાં લાંબા સમયગાળા બાદ એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાતાં ખળભળાટ મચી જવા પામી છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓ નહિવત રહ્યા હતા અને કોરોના ની ચોથી લહેર પ્રવેશી રહી હોય તેમ ભરૂચ જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાઈ ચૂક્યો છે. જેના પગલે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ થઇ ચુક્યું છે અને ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં બેડ સહિત વેન્ટિલેટર તથા ઓક્સિજનની સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ રીતે સારવાર મળી રહે અને સાજા થઇ ઘરે પરત ફરે તેવા પ્રયાસો હોસ્પીટલ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ૮૦ જેટલા વેન્ટિલેટર તથા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે અદ્યતન સુવિધાવાળા ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે તદુપરાંત ૩૦૦થી વધુ બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેના કારણે ભરૂચ જિલ્લામાં કોઈપણ કોરોના પોઝિટિવ દર્દીને સારવાર વિના ભટકવુ ન પડે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા છે.

Next Story