/connect-gujarat/media/post_banners/1c1bba00cd05d36dd101acbebee8073ba09521536608a54e5fe37edee1f9a71c.jpg)
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ ચીંગસપુરાના પટેલ ફળિયામાંથી પોલીસે નશીલા પ્રદાર્થ ગાંજોનો ૮ કિલોથી વધુનો જથ્થો અને વિદેશી દારૂ મળી ૧.૫૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે દંપતીને ઝડપી પાડ્યું હતું.
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ ચીંગસપુરાના પટેલ ફળિયામાં રહેતો જૈનેશ મુકેશ પટેલ અને અરુણાબેન જૈનેશ મુકેશ પટેલ પોતાના રહેણાંક મકાનમાં નશીલા પ્રદાર્થ ગાંજાનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે મકાનમાં રહેલ સેટી પલાંગમાં સંતાડેલ ૮ કિલો અને ૧૩ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બે મોબાઈલ ફોન અને ૯૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે પોલીસે મકાનમાં વધુ તપાસ કરતા શેટીમાંથી વિદેશી દારૂની ૧૫૫ નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ૬૫ હજારથી વધુનો દારૂ મળી કુલ ૧.૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જૈનેશ મુકેશ પટેલ અને અરુણાબેન જૈનેશ મુકેશ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખની છે કે ભરૂચ જીલ્લામાં એમડી ડ્રગ્સ બાદ ગાંજો અને દારૂનો જથ્થો પણ મળી આવતા નશાના સોદાગરો ભરૂચ જીલ્લાના યુવાનોને નશામાં ઘકેલી હોવાનું લાગી રહ્યા છે.