Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની હાઇકોર્ટની ટીપ્પણીથી ગૌપાલકોમાં ખુશી

અલ્હાબાદ હાઇકોર્ટે કહયું કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાય, ગૌહત્યાના કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટૈ કરી ટીપ્પણી.

X

ઉત્તરપ્રદેશના અલ્હાબાદની હાઇકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે તેવી ટીપ્પણી કરી છે. હાઇકોર્ટની ટીપ્પણીને ભરૂચના ગૌપાલકો અને ગૌરક્ષકોએ આવકારી છે.

અલ્હાબાદ હાઇકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી ગૌરક્ષાને હિન્દુઓનો મૂળભૂત અધિકાર બનાવવામાં આવે તેવી ટીપ્પણી કરી છે. ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ હાઇકોર્ટની ટીપ્પણીને આવકારી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગણી કરી છે. ઉત્તરપ્રદેશ હાઇકોર્ટમાં ચાલતા ગૌહત્યાના કેસમાં આરોપીની જમીન અરજી ફગાવી દઈ અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી.

જેમાં જણાવાયું છે કે, ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે. ગાયનું કલ્યાણ થશે તો જ દેશનું કલ્યાણ થશે તેથી ગાય ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી ગૌરક્ષાને હિંદુઓ નો મૂળભૂત અધિકાર બનાવો. આવો જોઇએ ભરૂચ પાંજરાપોળના મહેન્દ્ર કંસારાનું આ બાબતે શું કહેવું છે.

Next Story
Share it